કમ્યૂટર વિઝન સિન્ડ્રોમથી આંખોને બચાવવા માટેની ટીપ્સ

  • 20 February, 2026

કોમ્પ્યુટર/મોબાઇલની સ્કીન આપણી આંખને નુકશાન પહોંચાડે તે પહેલા ચેતી જાઓ !

 કોરોના મહામારી ને કારણે લોકો ઘર ની બહાર જવાનું ટાળે છે. આખો દિવસ લેપટોપ કે મોબાઈલ ફોન ના વપરાશ થી આંખો માં બળતરા થઈ જાય છે. આવા સમય માં લોકો ૂજ્ઞસિ રજ્ઞિળ વજ્ઞળય ને પ્રાથમિકતા આપે છે. એટલે જ લોકો નો સૌથી વધારે ટાઇમ લેપટોપ કે કમ્પ્યુટરની સામે બેસી ને જ વીતે છે. આપણે સૌ જાણીયે છીએ કે કોરોના કાળમાં છેલ્લા થોડા સમયથી મોબાઈલ અને કમ્પ્યુટર નો વપરાશ ખૂબ વધી ગયો છે. સમય જતાં બંને આપણી રોજબરોજની જિંદગીનો હિસ્સો બની ગયા છે. આજનો માનવી ખોરાક વિના જીવી શકે પણ મોબાઈલ વિના નહીં. મોબાઈલ આજે ફક્ત વાતચીત માટે નહીં પણ રોજિંદા ના લગભગ બધા કામ મોબાઇલ જ કરે છે. એલાર્મ મુકવો કે કોઈ અગત્યનું કામ યાદ કરવું હોય કે સોશિયલમીડિયામાં કાર્યરત થવું કે ધંધા લાગતું કોઈ પણ કામ હોય કે મેલ કરવો હોય મોબાઈલ નો ભાગ બહુ જ મોટો અને અગત્યનો છે. ટીવીએ ન્યુઝ, મનોરંજન અને જ્ઞાન માટેનું માધ્યમ છે. કમ્પ્યુટરનો ઉપયોગ પણ વ્યવસાય, સંપર્ક, વાર્તાલાપ અને જ્ઞાન માટે અનિવાર્ય છે. દરેક વ્યક્તિ મોબાઈલ/ટીવી/કમ્પ્યુટર સામે કલાકો ગાળે છે. પણ આ લેપટોપ, ટેબલેટ અને સ્માર્ટફોનના ત્રિવેણી સંગમે આપણને એક વણજોઇતો રોગ આપ્યો છે. ડીજીટલ વીઝન સીન્ડ્રોમ. આ ડીજીટલ વીઝન સીન્ડ્રોમ (DVS) એટલે ડીજીટલ સ્ક્રીનના વધુ પડતા ઉપયોગથી આંખ, મન તથા શરીરમાં ઉદભવતી તકલીફો, રોજના ૪ કલાકથી વધુ સ્ક્રીનનો વપરાશ કરનાર લોકો આ DVS નો ભોગ બની શકે છે. એક સર્વે મુજબ IT કંપનીના કામ કરતા ૭૫ ટકા લોકો આ સીન્ડ્રોમથી પીડાય છે. ભારતભરમાં અંદાજીત ૬ કરોડ લોકો આનો ભોગ બને છે, જેમાં પ્રતિવર્ષ ૧૦ લાખ લોકોનો ઉમેરો થાય છે.

DVS મુખ્ય લક્ષણો તકલીફો - આંખ કોરી થવી (ડ્રાઇ આઇ) - (Fig ૧), આંખો ખેંચાવી, લાઇટ સામે અંજાઇ જવું, (ફોટોફોબીયા), આંખ લાલ થવી, પાણી પડવુ, બળતરા થવી, ડબલ દેખાવુ (Fig ૨), નજીકનું ઝાંખુ દેખાવુ, માથા/કમર/ડોકનો દુ:ખાવો.

આવુ થવા માટેના જવાબદાર કારણો :

૧. કોમ્પ્યુટર / મોબાઇલ સ્ક્રીન પરના કેરેકટર્સ (Pixels) સેન્ટરમાં વધુ બ્રાઇટ હોય છે અને સાઇડમાં ઓછા બ્રાઇટ હોય છે. માટે આપણી આંખો એ સતત તેના પર ફોકસ કરવુ પડે છે. આને કારણે આંખની મુવમેન્ટ ઓછી થઇ જાય છે અને સરવાળે આંખ થાકી જાય છે. (Fig ૩,૪).

ર. Blink Rate સામાન્ય રીતે આપણે ૧ મિનિટમાં ૧પ વાર આંખો પટપટાવીએ છીએ. પણ જયારે સ્ક્રીન પર કામ કરતા હોઇએ છીએ ત્યારે આપણે એટલુ બધુ કોન્સન્ટ્રેટ કરીએ છીએ કે આ બ્લીંક રેટ ઘટીને પ પ્રતિ મિનિટ થઇ જાય છે અને એટલે એના કારણે કીકી પરની ભિનાશ (Tear Film) ઓછી થઇ જાય છે. અને એટલે આંખ ડ્રાઇ લાગે છે, ખેંચાઇ છે, બળે છે અને લાલ થઇ જાય છે.

૩. કામ કરતા હોઇએ ત્યારે એક જ પોઝીશનમાં કલાકો સુધી બેસી રહેવાથી ડોક, કમરનો દુ:ખાવો થઇ શકે છે.

૪. ચશ્માના નંબર હોવા છતાં પહેર્યા ના હોય તો પણ આંખોની તકલીફ વધતી જાય છે.

પ. મોબાઇલની સ્ક્રીન વધુ પડતી નજીક રાખવાથી આંખને એકોમોડેશન (નજીક જોવાની પ્રક્રિયા) વધુ કરવી પડે છે જેના કારણે આંખ દુ:ખાવા લાગે છે તથા માઇનસ નંબર આવવાની શકયતા રહે છે.

DVS એક પ્રીવેન્ટેબલ લાઇફસ્ટાઇલ ડીઝીઝ છે. મતબલ કે પૂરતી કાળજી રાખીને તો આ રોગથી બચી શકાય છે.

આ રોગથી બચવાની ટીપ્સ ૪ ભાગમાં વેચી શકીએ છીએ.

૧. Eyes - બ્લીંક રેટ વધારવો, એવો રૂલ બનાવવો કે જયારે તેમ ઊક્ષયિિં ઊંયુ દબાવો ત્યારે ત્યારે જાણી જોઇને યાદ રાખીને બન્ને આંખ પટપટાવવી.

- ૨૦:૨૦:૨૦ રૂલ - દર ૨૦ મિનિટે ર૦ સેકન્ડ સુધી, ર૦ ફૂટ દુરની વસ્તુ જોવી. મતલબ કે સ્ક્રીન સામેથી ર૦ સેકન્ડ નજર હટાવવી.

ર. Computer / Mobile બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટ ઓછા નહીં રાખવા.

- ફોન્ટ સાઇઝ મીનીમમ કરતા ર-૩ સાઇઝ વધારે રાખવી

 - ગ્લેર વધુ થતુ હોય તો એન્ટી ગ્લેર સ્કીન ફી કરાવવી.

- કામ પતી ગયા બાદ ગેમસ રમવા માટે અથવા તો સોશ્યલ મીડિયા માટે સ્ક્રીન સામે જોવાનું ટાળો. આનાથી આંખ તો બચશે જ, સાથે સાથે તમારો સમય પણ બચશે !!

૩. Ergonomics - તમારી ખુરશી તથા ટેબલની હાઇટ એવી રીતે એડજસ્ટ કરો કે જેથી સ્ક્રીન આંખોથી ર૦ ડીગ્રી એગલથી નીચી હોવી જોઇએ. (Fig ૫)

- આંખ અને સ્ક્રીન વચ્ચે એક હાથનું અંતર રાખો - મતલબ કે કોમ્પ્યુટર કે મોબાઇની સ્ક્રીન તમારી આંખથી અંદાજીત ૪૦-૭પ સી.એમ. દુર રહેવી જોઇએ.

- લાઇટનું રીફલેકશન સ્ક્રીન ઉપરથી ના થાય એવી રીતે સ્ક્રીન રાખવી.

- ACના બ્લોવર અને ફલો આંખ પર ડાયરેકટના આવે તેનું ધ્યાન રાખવું.

૪. Consultation વધુ તકલીફ માટે આંખના ડોકટરનો સંપર્ક કરવું. Complete eye checkup તથા ટ્રીટમેન્ટ કરાવી. માથા/  કમરના રેગ્યુલર દુ:ખાવા માટે યોગ પ્રાણાયામથી પણ ઘણો ફાયદો થાય છે.

- Prevention is better than cure આજથી જ તમારા કાર્ય સ્થળ પર કોમ્પ્યુટર/મોબાઇલ સ્ક્રીનને લગતા તમામ ફેરફાર કરી લો, જેથી આ રોગથી બચી શકાય. જેના વગર જીવવું શકય ના હોય તેની સાથે સારી રીતે જીવતા શીખી જવુ જોઇએ. - આ DVS પછીનો સ્ટેજ મોબાઇલ/કોમ્પ્યુટર એડીકશનનો છે જેમાં દર્દીને વ્યસન થઇ જાય છે. આ થાય એ પહેલા ચેતી જાઓ - ચેતતો નર સદા સુખી.