શું તમે સતત કોમ્પ્યુટરની સામે બેઠા રહો છો...?
20 February, 2026
આંખ માટે નુકસાનકારક બનતો કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ
દેશમાં અંદાજે ૬ કરોડ લોકો કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનો ભોગ બને છે. આખંની સાથે શરીર અને મન સુધી આ સિન્ડ્રોમની અસર છ આદતોમાં સુધારા કરવાથી સિન્ડ્રોમનો સામનો કરવો સરળ
આપણા શરીરમાં આંખ અત્યંત મહત્વનું અંગ છે. આંખ દ્વારા માણસ આખા વિશ્ર્વને જોઇ શકે છે, માણી શકે છે અને આંખ જ તેના જીવનમાં પ્રકાશ પાથરે છે. બેધડી કલ્પના કરીએ કે ઇશ્ર્વરે આંખ ન આપી હોત તો માણસના જીવનમાં કેટલો અંધકાર હોત ? આજે કુદરત કોઇને કોઇ કારણોસર ધણા લોકોની દ્રષ્ટિ છીનવી લ્યે છે. આવા લોકોને કયારેક પુછીએ તો તે આંખનું સાચું મહત્વ સમજાવી શકે. આજે આ કોલમમાં રાજકોટના જાણીતા આંખના ડોકટર ધર્મેશ ડી. શાહ જે વાત કરી છે તે આંખ વિશે તો છે જ પરંતુ તેમાં આંખને થતાં નુકસાન વિશે ધણી બધી મહત્વની વાતો કરી છે. જો આંખનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં ન આવે તો તે ધણુ બધુ ધાતક સાબિત થઇ શકે છે. અર્થાત આંખનું પહોંચેલું નુકસાન માણસને જીંદગી આખી પરેશાન કરી મુકે છે. આંખને નુકસાન પહોંચવાના આમ તો ધણા બધા કારણો છે પરંતુ અહીં જે વાત કરવાની છે તે ખાસ આંખને નુકસાન પહોંચાડતા કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમની છે. અત્યારની લાઇફ સ્ટાઇલમાં કોમ્પ્યુટર આવશ્યક બન્યું છે તેમ હકીકત એ પણ છે કે કોમપ્યુટરના સતતને સતત ઉપયોગથી સૌથી વધુ નકારાત્મક અસર આંખોને થાય છે. કોમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ નાજુક આંખોને નુકસાન પહોંચાડે છે. આજકાલ બાળકોથી લઇ વડીલો પણ કોમ્પ્યુટર, મોબાઇલ સહિતના ઉપકરણોનો ઉપયોગ કરતા થયા છે. પ્રથમ અાંખોને ટેલીવિઝનથી નુકસાન થવાની ભીતિ રહેતી પણ હવે હાઇટેક યુગમાં કોમ્પ્યુટર, મોબાઇલ, વીડીયોગેઇમ્સ, ટેબલેટ, લેપટોપ તેમજ અનેકવિધ ગેઝેટસ જીલસી નીલી આંખોના દુશ્મન છે.
આજના યુગમાં કોમ્પ્યુટર વગર રહેવું અશકય છે. ધંધો હોય કે નોકરી, બેંક હોય કે હોસ્પિટલ બધે જ કોમ્પ્યુટરાઇઝડ થઇ ગયું છે. આથી કોમ્પ્યુટરની આપણે અવગણના ન કરી શકીએ. કારણ કે તેનાથી જ ગ્લોબલાઇઝેશન શકય થયું છે. અને કોમ્પ્યુટર થકી જ આપણી લાઇફ સરળ બની છે. પણ આ કોમ્પ્યુટર આપણા આંખોને નુકસાન પણ પહોંચાડી શકે છે. સતત કોમ્પ્યુટરનો વપરાશ કરવાથી થતી તકલીફોનું નામ છે કોમ્પ્યુટર વિઝન સીન્ડ્રોમ, જેમાં આંખની સાથે સાથે શરીર અને મન પર પણ થાક લાગે છે. જે લોકો ૩-૪ કલાકથી વધુ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તે લોકોને આંખની તકલીફ થવાનું જોખમ વધુ રહે છે.
એક સર્વે મુજબ કોઇપણ સોફટવેર કંપનીમાં ૭પ ટકા લોકો કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનો ભોગ બને છે. ભારતભરમાં અંદાજિત કરોડ લોકો આ આંખની તકલીફથી પીડયા છે જેમાં દર વર્ષે ૧૦ લાખ લોકોનો ઉમેરો થાય છે.
મુખ્યત્વે કોમ્પ્યુટરને કારણે થતી તકલીફો આ પ્રમાણે છે.
- ડબલ દેખાવયું (ડિપ્લોપિયા)
- નજીકની વસ્તુ ઝાંખી દેખાવી
- આંખ કોરી થવી (ડ્રાઇ આઇ)
- લાઇટ સામે અંજાઇ જવું (ફોટો ફોબિયા)
- માથાનો દુ:ખાવો
- આંખો ખેંચાવી.
- આંખો લાલ થવી તથા પાણી પડવું
- ડોક તથા કમરનો દુ:ખાવો
આવું થવાના કારણો શું ?
૧. કોમ્પ્યુટર સ્ક્રીન પર કેરેટકર્સ (પીસલ) સેન્ટરમાં વધુ બ્રાઇટ હોય છે અને સ્લાઇડમાં ઓછો બ્રાઇટ હોય છે એટલે આપણી આંખોને તેના પર સતત ફોકસ કરવું પડે છે. આ વધુ પડતા ફોકસને કારણે આંખના સ્નાયુઓની મુવમેન્ટ ધટી જાય છે.
ર. બ્લીંક રેટ ઉસમાન્ટ રીતે આપણે ૧ મિનિટમાં ૧પ વાર આંખો પટપટાવીએ છીએ પણ જયારે કોમ્પ્યુટર પર કામ કરીએ છીએ ત્યારે આ બ્લીંક રેટ ધટીને ૧ મિનિટમાં પ વાર થઇ જાય. આંખો પટપટાવવાથી કીકી પરની ભીનાશ સરખી રીતે પથરાઇ છે પણ જયારે આ બ્લીંક રેટ ઓછી થાય ત્યારે આ ભીનાશ ઓછી પથરાઇ અને આંખો ડ્રાઇ થાય. આ ડ્રાઇ આઇને કારણે આંખો લાલ થાય, બળે અને થાકી જાય છે.
૩. એક જ પોઝિશનમાં કલાકો સુધી બેસી રહેવું.
૪. ચશ્માના નંબર હોવા છતાં પહેર્યા ના હોય.
પ. કોમ્પ્યુટરની ઇમેજ કલીયર ના હોય.
૬. સ્ક્રીન પરથી લાઇટનું રિફલેકશન થતું હોય.
આ બધા કારણોથી એક યા તો બીજી તકલીફ થતી હોય છે.
આ બધી તકલીફો ના થાય અથવા તો સુધારી શકાય તેના માટે શું કરવું ?
૧. બ્લીંક રેટ વધારવો, વધારે વાર આંખો પટપટાવી, ર૦:ર૦:ર૦ નિયમ, દર ર૦ મિનિટે ર૦ સેકન્ડ સુધી ર૦ વાર આંખ પટપટાવવી અથવા તો દર વખતે જયારે એન્ટર કી દબાવવો ત્યારે આંખ પટપટાવવી.
ર. તમારી ખુરશી તથા ટેબલની હાઇટ એવી રીતે એડજસ્ટ કરો જેથી કોમ્પ્યુટરની સ્ક્રીન તમારી આંખોથી ર૦ ડિગ્રી એંગલથી નીચી હોય.
૩. તમારી આંખો અને કોમ્પ્યુટર સ્ક્રીનની વચ્ચેનું અંતર ૧૬-૩૦ ઇંચ હોવું જોઇએ.
૪. એસીના બ્લોવર અને ફલો આંખ તરફ ના હોય તેનું ધ્યાન રાખવું.
પ. ઉપરની લાઇટ કોમ્પ્યુટર સ્ક્રીન પર ના પડે તેનું રીફલેકશન ના થાય તેવી રીતે કોમ્પ્યુટર રાખવું.
૬. સૂર્ય પ્રકાશ કોમ્પ્યુટર કે તમારી આંખ સામે ન આવે તેનું ધ્યાન રાખવું.
૭. બારી કોમ્પ્યુટરની પાછળ સામે ન હોય અને સાઇડમાં હોય તો વધુ સારું.
૮. એન્ટીગ્લેયર સ્ક્રીન ફીટ કરાવવી.
૯. કોમ્પ્યુટર સેટિંગ્સમાં બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટ સૌથી વધુ રાખવા.
૧૦. ટેકસના ફોન્ટ મિનિમમ કરતા ૨-૩ સાઇઝ વધારે રાખવા.
૧૧. સ્ક્રીન દરરોજ સાફ કરવી.
૧ર. દર ૩૦ મિનિટ સ્ક્રીન સામેથી નજર દુર કરવી.
૧૩. વધુ તકલીફ થાય તો આંખના ડોકટરનો સંપર્ક કરવો અને ડોકટરે સુચવેલા લુબ્રીકન્ટ ટીપાંનો ઉપયોગ કરવો.
૧૪. દરરોજ માથા-કમરનો દુ:ખાવો લાંબો ટાઇમ સુધી રહે તો અલ્ટમેટીવ ટેફી જેવી કે યોગા કે ધ્યાન કરવાથી પણ ધણો ફાયદો થાય છે. અંતમાં જેના વગર જીવવું મુશ્કેલ હોય તેની સાથે સારી રીતે જીવતા શીખી લેવું જોઇએ માટે જ કોમ્પ્યુટરનો ઉપયોગ યોગ્ય રીતે કરીએ તો તેનાથી ઉદભવતી તકલીફો આપણને નુકસાન નહીં કરે.

