મોબાઈલ, ટીવી , કમ્પ્યુટર અને આપણી આંખો...

  • 20 February, 2026

જો તમે કોમ્પ્યુટર કે બીજા કોઈ અન્ય સ્ક્રીન પર ૨૦ મિનિટથી વધારે કામ કરતા હોય તો આ નાનો એવો વ્યાયામ તમારી આંખની બળતરાથી આરામ અપાવી શકે છે. તમે ૨૦ ફૂટ દૂરની કોઈ પણ વસ્તુને ૨૦ સેંકડ માટે જોવો અને તે પ્રક્રિયાને ઘણી વાર કરો. જો તમે કોમ્પ્યુટર પર વધારે સમય સુધી કામ કરો છો તો તમે તમારા કોમ્પ્યુટરમાં કેટલાક સ્પેશિયલ સોફ્ટવેર જેવા કે આઈ લિયો, આઈ રેવની પસંદગી કરો. આ સોફ્ટવેર એક નિશ્ચિત અંતરમાં તમને બ્રેકની યાદ અપાવશે. તમે તમારા કોમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીનને પોતાનાથી ૨૦ થી ૨૬ ઈંચ દૂર રાખો અને સાથે જ તે વાતનું પણ ધ્યાન રાખો કે કોમ્પ્યુટર કે લેપટોપ તમારી આઈ લેવલથી ઓછા હોય.

કોરોના મહામારી ને કારણે લોકો ઘર ની બહાર જવાનું ટાળે છે. આખો દિવસ લેપટોપ કે મોબાઈલ ફોન ના વપરાશ થી આંખો માં બળતરા થઈ જાય છે. આવા સમય માં લોકો work from home ને પ્રાથમિકતા આપે છે. એટલે જ લોકો નો સૌથી વધારે ટાઇમ લેપટોપ કે કમ્પ્યુટર ની સામે બેસી ને જ વીતે છે. આપણે સૌ જાણીયે છીએ કે કોરોના કાળમાં છેલ્લા થોડા સમયથી મોબાઈલ અને કમ્પ્યુટર નો વપરાશ ખૂબ વધી ગયો છે. સમય જતાં બંને આપણી રોજ   બરોજની જિંદગીનો હિસ્સો બની ગયા છે. આજ નો માનવી ખોરાક વિના જીવી શકે પણ મોબાઈલ વિના નહીં. મોબાઈલ આજે ફક્ત વાતચીત માટે નહીં પણ રોજિંદા ના લગભગ બધા કામ મોબાઇલ જ કરે છે. એલાર્મ મુકવો કે કોઈ અગત્ય નું કામ યાદ કરવું હોય કે સોશિયલમીડિયા માં કાર્યરત થવું કે ધંધા લાગતું કોઈ પણ કામ હોય કે મેલ કરવો હોય મોબાઈલ નો ભાગ બહુ જ મોટો અને    અગત્યનો છે. ટીવી એ ન્યુઝ, મનોરંજન અને જ્ઞાન માટે નું માધ્યમ છે. કમ્પ્યુટર નો ઉપયોગ પણ વ્યવસાય, સંપર્ક, વાર્તાલાપ અને જ્ઞાન માટે અનિવાર્ય છે. દરેક વ્યક્તિ મોબાઈલ/ટીવી/કમ્પ્યુટર સામે કલાકો ગાળે છે.

આંખનો થાક આજકાલ એક સામાન્ય સમસ્યા છે જે કેટલાય કારણોથી થઈ શકે છે. એમાનું એક સામાન્ય કારણ છે ઉંઘ પૂરી ના થવી, ડિજીટલ મશીનોમાં વધુ સમય સુધી એકીટશે જોઇ રહેવું, ઓછા પ્રકાશમાં એકીટશે ભણવું, ખોટા વિજન પ્રિસ્ક્રિપ્શન, વધારે પ્રકાશ અથવા તો આંખની બીજી કોઈ અન્ય બિમારી.

માયોપિયા :

લગભગ પંદરસો સ્કુલોમાં થયેલાં સર્વેમાં જણાઈ આવ્યું છે કે દર દસ વિદ્યાર્થીઓમાંથી એક બાળક માયોપિયાનો શિકાર બની ગયો છે. પાંચથી બાર વર્ષની વય જુથના સાડા-સાત લાખ બાળકોની આંખો સ્માર્ટફોનના વપરાશને કારણે ક્ષતિગ્રસ્ત થઈ રહી છે.  બાળકોને દૂરની વસ્તુ, વ્યક્તિ કે અક્ષરો જોવામાં  તકલીફ પડે છે. ધુંધળું દેખાય છે અથવા દૂરનું સદંતર દેખાતું જ નથી. આ સમસ્યાનું મુખ્ય કારણ સ્માર્ટ  ફોનનો બહોળો હોવાનું માલુમ પડે છે. આ સમસ્યાનું મુખ્ય કારણ આ બાળકોના જીવનમાં મોબાઈલ એટલે જ કે સ્માર્ટફોનનો વહેલો  પગપેસારો હોવાનું જણાઈ રહ્યું છે. આમાંના કેટલાંક બાળકો તો ફક્ત ૧ વર્ષની ઉંમરે જ સ્માર્ટ ફોન વાપરતાં થઈ ગયા હોવાનું માલુમ પડયું છે. વૈજ્ઞાાનિક તથ્યમાં માનીએ તો બાળકની આંખનો વિકાસ જન્મે ત્યારથી છ વર્ષની ઉંમર સુધી સતત થતો હોય છે. આ કુમળી વયમાં જ્યારે તેના હાથમોં અને આંખની કિકી  સામે વાલીએ બચ્ચાંને સ્માર્ટ બનાવવાની લ્હાયમાં સ્માર્ટફોન ધરી દે છે ત્યારે તેના ‘હાર્ડ ગ્લેઅર’માંથી ફેંકાતો પ્રકાશ બાળકની નાજુક કિકીઓને કાયમી નુકસાન પહોંચાડી ‘માયોપિયા’ નામક આંખની બિમારીને નોતરી ચૂકે છે.

મિત્રો જોઈએ આંખ પર પડતા આ સ્ટ્રેસને ઘર બેઠા કેવી રીતે દૂર કરી શકાય

-  આંખોની માલિશ આંખનો થાક દૂર કરવા માટે દરરોજ તમે આંખની માલિશ કરો. તેનાથી તમારી આંખમાં રક્ત સંચાલન યોગ્ય રીતે થશે અને તે તમારી આંખની આસપાસની માંસપેશિયોને પણ આરામ આપશે.

- તમારી આંગળીઓથી પાંપળ અને ભ્રમરની આજુબાજુની માંસપેશિયોની ૧૦-૨૦ સેકંડ સુધી માલિશ કરો. ત્યારબાદ નીચેની પાંપળો અને હાડકાની ૧૦-૨૦ સેકંડ સુધી માલિશ કરો

-  હથેળીઓ વડે માલિશ જ્યારે વધુ સમય સુધી વાંચવામાં કે પછી મોડે સુધી કમ્પ્યુટર કે પછી ટીવીની સામે બેસવાથી તમારી આંખ થાકી જાય છે. ત્યારે હથેળીઓથી માલિશ કરવાથી તમારી આંખને આરામ મળે છે.

-  તેના માટે પહેલા તમે આરામથી સીધા બેસી જાઓ. ત્યારબાદ તમારી હથેળીઓને ત્યાં સુધી મસળો જ્યા સુધી તે ગરમ થઇ જાય. હવે તમારી આંખને બંધ કરી અને પાંપળો પર વજન આપ્યા વગર પોતાની હથેળીઓને પોતાની આંખ પર રાખો.

-  તડકો લેવો તડકો લેવો તે આંખનો થાક દૂર કરવા માટેની એક લાભકારી ટેકનીક છે. સૂર્યની મહત્વપૂર્ણ જીવન ઊર્જા તમારી આંખ માટે ખૂબ જ લાભકારી છે. આ ટેકનીકથી તમારા શરીરમાં જરૂરી પોષક તત્વ વિટામીન ડી પણ બને છે. તડકામાં કાળા થવાથી બચવા માટે સવારે ૮ થી ૧૦ ની વચ્ચે તમે તડકો લો. તડકો લેવા માટે તમે સવારે એવી જગ્યા પર ઊભા રહો કે જ્યાં તડકો સારી રીતે આવતો હોય. હવે તમારી આંખને બંધ કરી લો અને તડકાને પોતાની પાંપળો પર આવવા દો.

-  ગરમ શેક પણ આંખના દર્દથી આરામ મેળવવાનો એક સારો એવો નુસખો છે. તે તમારી આંખની આજુબાજુની માંસપેશિયોને આરામ આપશે. તેનાથી તમારી આંખનુ દર્દ પણ ઓછું થશે અને તેની તાજગી પણ ચાલી જશે.

- તમે ગરમ પાણીમાં એક મુલાયમ કપડું નાખોં અને તેનું બધુ જ પાણી નીચોવી નાખો. તમે આરામથી સૂઈ જાઓ, આંખ બંધ કરો અને પોતાની પાંપળો પર ગરમ કપડાને રાખો. તમે શાંત રહો અને એક મિનિટ સુધી ધીમે ધીમે શ્વાસ લો.

- ગુલાબ જળ ગુલાબજળ તણાવપૂર્ણ અને થાકેલી આંખો માટે એક પ્રાકૃતિક રિલેક્સના રૂપમાં કામ કરે છે. તેના ઉપયોગથી આંખ પર ખૂબ જ સુખદ પ્રભાવ પડે છે. સાથે જ, તે આંખની આજુબાજુની ત્વચા અને ડાર્ક સર્કલને પણ ઓછા કરે છે જેનાથી ત્વચા મુલાયમ અને આકર્ષક થઈ જાય છે.